પ્રકૃતિના નિકંદનના પરિણામે પ્રકોપનો ભોગ સૌ બન્યા, ભૂલકાઓના ઘુઘવાટા શાળા સંકુલોમાં ભયંકર મૌનમાં પરિણમ્યા... પણ, આજે ફરી કિલકીલાટ ભરી કીકીયારીયો ગુંજવા લાગી છે. સરકારે તકેદારી જાળવવા સાથે પ્રાથમિક શાળાઓમાં આજથી વર્ગો ખોલ્યા... બાળકો અને શિક્ષકો જાણે કોઈ નવીન ઉપક્રમોમાં જોડાયા હોય તેવું વાતાવરણ સર્જાયું... ઘરે માવતર અને ભાઈભાંડું સાથેની ફિક્કી તોફાની રમતોના સ્થાને પોતાની જ શાળાઓમાં બઘડાટી બોલાવવાની મજા તો અલગ જ હોય ને..?! હિંચકા અને બાંકડાઓ કૂદાકૂદ કરવા માંડ્યા... લપસણીઓ પણ જિવંત થઈ...