ઈશ્વરિયા ગામના ગોંદરે....

ઈશ્વરિયા બુધવાર તા.13-10-2021

આમ તો આ પ્રકારના દૃશ્ય હવે અદૃશ્ય થઈ રહ્યા છે. ગામડાના પાદરમાં વહેતા નદી ઝરણાંના કાંઠે વડલા પીપળા કે પીપરના ઝાડ નીચે ગોવાળ પોતાના પશુઓ સાથે બેઠેલા હોય તે બધું ભૂતકાળ બનતું રહ્યું છે. પણ, આ વખતે છેલ્લા પખવાડિયાના વરસાદે ઘણાં જળાશયો છલકાઈ જતાં નદીઓ વહેતી થઈ છે. ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામે પણ કેટલાક વર્ષો બાદ પાદરમાં ફલકું નદી વહેતી થઈ છે. આ ગામના ગોંદરે ગોવાળ અને ગાયોનું દૃશ્ય દર્શનીય લાગી રહ્યું છે...! 

તસવીર - મૂકેશ પંડિત