ઈશ્વરિયા શનિવાર તા.02-10-2021
મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીના સ્મરણનો દિવસ ૨ ઓક્ટોબર. અસંખ્ય કાર્યક્રમો આજે યોજાયા છે. શું ગાંધીજી અને શાસ્ત્રીજીના સંકલ્પ અને સ્વપ્નનું ભારત બનાવી શક્યા છીએ? ખેડૂતો, પશુપાલકો અને ગામડાના સર્વાંગી વિકાસ એટલે સર્વોદયની વાત કેટલી સાકાર થઈ? ધંધુકા પાસે એક દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ પત્રકાર તસવીરકાર મૂકેશ પંડિતે લીધેલી આ તસવીર ઘણું બતાવી જાય છે. વિરાટ નિર્માણ કાર્યો થયા છે, થઈ રહ્યા છે... સારી અને જરૂરી બાબત છે. આમ છતાં પોણા ભાગના દેશનું ભલું કેટલું થયું? ખેતી પ્રધાન છીએ પણ ખેડૂત, પશુપાલક અને ગામડાના વિકાસ માટેની સ્થિતિ સારી નથી જ. આ બધાને હજુ આ પરિસ્થિતિ જ છે. હા, આ માટે શાસન અને સમાજ એટલે આપણે સૌ જવાબદાર છીએ. આજે મહાપુરુષોનું સ્મરણ કરીએ અને ચિંતન પણ કરીયે... સ્થિતિ પરિવર્તન માત્ર અંજલિ આપવાના કાર્યક્રમોથી નહિ થાય...!
તસવીર - મૂકેશ પંડિત