ઈશ્વરિયા સોમવાર તા.01-11-2021
ભારત વર્ષના વિશેષ પર્વ દિવાળીનો આનંદ ઉલ્લાસ સર્વત્ર હોય છે. ફટાકડા, મીઠાઈ, ભેટ સોગાત કે
યાત્રા પ્રવાસ... પણ, આ તસવીરમાં ઉભેલી કુમારીકાને એમાંનો કશો લાભ નથી કે તેની નથી આશા.
હા, રસ્તા પર કે કોઈ ચોકમાં, કોઈ વિસ્તાર કે રહેણાંક આસપાસ ઢોલકી વગાડીને કે શરીરની વાંકી ચૂંકી
મુદ્રાઓ કરીને જોનારાનો રાજીપો પૈસામાં બક્ષીસમાં મેળવી પેટને પોષવા જ કાયમી મસ્તી છે.
બાળ મજૂરી કે બાળ કલ્યાણ માટેના નિયમો મુજબ તો આ દીકરી ગુનો આચરી રહી છે, પણ શાસનને
અને કહેવાતા સમાજ સુધારકોને તેની ભીતરની પરિસ્થિતિનો ખ્યાલ નથી જ નથી... જે હોય તે, પરંતુ
વગર સૌંદર્ય પ્રસાધનો કે વગર સુવિધામાં અઢળક મલકાટ ઉભરી રહ્યો છે ને...?!...! આ જ તો છે,
સાચુકલો દિવાળીના દીવડા જેવો ઝળહળાટ...
તસવીર કથા - મૂકેશ પંડિત