ઈશ્વરિયા રવિવાર તા.16-08-2020
શહેરમાંથી કેટલાયે પરિવારો વતનમાં ગામડામાં આવી ગયા છે. ખેડૂત તથા પશુપાલકોના સંતાનો હવે ગામડાના ખોરડાં મૂકીને ધંધા વ્યવસાય માટે બહાર શહેરમાં સ્થિર થયા છે, પણ આવેલી મહામારી બિમારીથી નાછૂટકે ગામડામાં આવી ગયા છે. કેટલાક પરિવારો તો દસકા બે દસકાથી વતનમાં રોકાયા નથી, જેઓ અત્યારે બે પાંચ મહિનાથી અહીંયા આવી ગયા છે. પોતાના વાડી ખેતર અને સિમાડામાં જાય છે, તો મજા પડે છે, બાળપણના સ્મરણો તાજા થઈ રહ્યા છે. ગામના પાદર કે સિમાડા આસપાસ કોઈ ડુંગરા નદીના વોંકળા બાજુ જવાનું ગમે છે. સારા વરસાદ પછી લીલોતરી સારી જામી છે. શહેરમાં રખડતા કનડતાં ઢોરને જોયા પછી આવા દશ્યો તો જોવા મળે માત્ર ગામડામાં ડુંગરની ધાર પાર...
( તસવીર કથા : મૂકેશ પંડિત - ઈશ્વરિયા )