સંબંધિત તસવીર કથા
ઈશ્વરિયા સોમવાર તા.29-06-2020
ધોમ ધખતા તાપ પછી હવે વરસાદ અને બફારો રહેવા મંડ્યો છે. સમગ્ર સૃષ્ટિ માટે ઉર્જાનું કેન્દ્ર તો સૂર્ય જ છે. આમ છતાં આ ઉર્જા આપણને તાપ બની સ્પર્શે છે ત્યારે અસહ્ય લાગે છે. પ્રસ્તુત તસવીર પણ કશુંક આવી મનોવેદના ઉભી કરે છે. પરંતુ તસવીર કળાની દ્રષ્ટિએ ખુબ સુંદર લાગે છે. આ તસવીર વ્યવસાયે તસવીરકાર નથી પરંતુ અંતરથી કળા પ્રત્યે રસિક એવા ભાવનગરના નાયબ પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શ્રી મનીષ ઠાકર દ્વારા ખેંચાયેલી છે, જાણે ઉર્જાનું કેન્દ્ર બાથમાં લીધું હોય.!