છેલ્લા પખવાડિયા દરમિયાન ચોમાસુ ઠીક ઠીક લાગી રહ્યું છે... કેટલાંક ગામ વિસ્તારમાં હજુ વધુ વરસાદ પડે તેની રાહ છે. ગરમી બાદ બફારો વધતો રહ્યો છે. ઈશ્વરિયા ગામે આકાશમાં આમ વાદળાઓ ચડેલા જોઈને આ નાનકડી ઢીંગલી જાણે બાથ ભરીને પેલું બાળગીત ગાતી હોય તેવું લાગે છે, આવરે વરસાદ... ઘેબરિયો પરસાદ... ઉની ઉની રોટલી ને કારેલાનું શાક...! જોકે અત્યારે નાનકડા બાળકોને વરસાદમાં ન્હાવા દેતા નથી અને બાળકોને કારેલાનું શાક પણ ભાવતું નથી...!!!