અષાઢી બીજનો થનગનાટ...

     આપણાં લોકજીવન સાથે મોરલાઓ ખૂબ નજીક જોડાયેલા છે, જેથી જ લોકસાહિત્યમાં પણ મોર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મોર અને ઢેલના ટહુકાર સાંભળવા મળે તે પણ લ્હાવો છે. ગામડામાં પાદરમાં આંબા-વાડીયામાં કે વાડીઓમાં મોરલાઓ આમ કળા કરતાં જોવા મળે છે. ચોમાસાં પ્રારંભના દિવસોમાં આકાશના ગરજતાં વાદળાં અને વરસાદી વાતાવરણમાં આમ જાણે મોરને પણ અષાઢી બીજનો થનગનાટ હોય તેમ કેવો રૂડો રૂપાળો લાગી રહ્યો છે. 

તસવીર  : મૂકેશ પંડિત