સંબંધિત તસવીર કથા
ઈશ્વરિયા રવિવાર તા.31-05-2020
પ્રકૃતિના ફેરફારો કે તેની અલગ અલગ સ્થિતિ આપણા માટે સહ્ય કે અસહ્ય બનતી રહે છે. થોડા દિવસોથી વરસાદ આવવાના વાવડ આવી રહ્યા છે, પણ અત્યારના છેલ્લા દિવસોમાં સુરજ નારાયણ તેની પુરેપુરી કૃપા વરસાવી રહ્યા છે. આ દિવસોમાં ધોમ ધખી રહેલા સૂરજને જલ્દી આથમી જવાની રાહ જોતા હોઈએ છીએ... પણ ભાવનગરના પોલીસ અધિકારી શ્રી મનીષ ઠાકર દ્વારા ખેંચાયેલી આ તસવીર જોઈને આ પક્ષી અને તસવીરકાર બને માટે શું લાગે છે..? ત્રસ્ત નહિ, કોઈ મસ્ત પણ છે...!