આથમતા સુરજનું આકાશ

ઈશ્વરિયા બુધવાર તા.06-005-2020 
     આકરો ઉનાળો તપી રહ્યો છે, પણ જાણે તેની આપણને જાણ નથી... કારણ, તેનાથી વધુ પિડા અને ચિંતા બિમારી મહામારીની રહેલી છે...! મોટી ઉપાધિ આવી પડે ત્યારે નાની ઉપાધિ સામાન્ય બની જાય તે, સ્વાભાવિક છે... આ દિવસોમાં ધોમ તાપ પડ્યા પછી સુરજના આથમવા સાથે થોડી હળવાશ થતી જાય છે... આ સમયનું દશ્ય પણ ગમતું લાગે છે. આથમતા સુરજનું આ આકાશ સણોસરા પાસે ઈશ્વરિયા નજીક લેવાયું છે, આમ તો કશું નથી પરંતુ જાણિતા સાહિત્ય સર્જક શ્રી ધ્રુવ ભટ્ટની રચના પંક્તિ ગણગણવાનું મન થઈ જાય, ' આ  સુરજ તો ઊગેને, આથમીયે જાય... મારી ઉપર આકાશ એમનેમ છે.' પણ ગામડાં સિવાય આ આકાશ ક્યાં મળવાનું..?


તસવીર કથા : મૂકેશ પંડિત