એક નહીં અનેક ઉત્પાત અને ઉપાધિઓ, જાત અને ભાતના બખડ જંતર વચ્ચે આપણું જીવતર સતત વ્યસ્ત છે. સુખ અને શાંતિ માટેના મળતાં પર્યાય પણ અંદરની ભાંગઝડ વધારતા જ રહ્યા છે ને..? કેટકેટલાં સંતાપ વચ્ચે કૃત્રિમ મલકાટ રાખવો પડે છે. મહિના, બે મહિનાથી નવતર ઉપાધિ પુરા સંસાર પર આવી પડી છે. આ મહામારીની સ્થિતિમાં, વધતા જતા ગરમીના દિવસોમાં પણ આ વૃક્ષ જાણે સમગ્ર માનવ જાત પર વ્યંગ કરતું હોય કે શિખામણ આપતું હોય તેમ આકાશમાં નાનકડા આછેરા વાદળાં સાથે મલકી રહ્યું હોય તેવું લાગે છે. માનવ જાતે પ્રકૃતિના કાઢેલા નિકંદનનું પરિણામ હોય કે ના હોય... પ્રકૃતિની પ્રગટતી પ્રસન્નતા આપણને પણ ટાઢક આપતી લાગે છે ને..?.!