તમે ક્યાં પર્વતને ઓળખો છો?

ઈશ્વરિયા શનિવાર તા.16-11-2019

     અહીં દશ્યમાન બંને તસવીર સૌરાષ્ટ્રના ઐતિહાસિક મહત્વ ધરાવતા પર્વતોની છે.તમે  ક્યાં પર્વતને ઓળખો છો? સુતેલા કોઈ મુનિ હોય તેમ આબેહૂબ મસ્તિષ્ક લાગે છે. માથું, લલાટ, નાક, હોઠ, દાઢીનો ભાગ અને ગાળું... વગેરે લાગે છે. બંને પર્વતોમાં વધતા ઓછા અંશે સામ્ય છે... તમે તરત જ કહી દેશો કે આ બંને 'ગિરનાર' જ લાગે છે... પણ ના, પ્રથમ તસવીર જૂનાગઢના ગિરનારની જ છે, પરંતુ બીજી તસવીર આપણા માટે જાણીતી બની નથી, હજુ ભાર પહોંચી જ નથી. ભાણવડ પાસેના બરડા ડુંગરમાળામાં ઘૂમલી નજીક આભાપરાની ટેકરીઓની આ તસવીર છે...! બરડા વિસ્તારમાં ખૂબ જ ઇતિહાસ ભંડારાયેલો પડ્યો છે... ભાણવડ કે ઘૂમલી જઈયે અને રખડીયે તો જાણવા મળે...!

તસવીર કથા : મૂકેશ પંડિત 
(ઈશ્વરિયા)