સંબંધિત તસવીર કથા
અંધકારને દૂર કરતું અજવાળું, સૌ કોઈ હંમેશા ચાહે છે. ભૌતિક પ્રકાશ કે પરિવારનો પ્રકાશ હંમેશા ઝળહળે તેમ આપણે ઇચ્છીએ છીએ. દિવાળી એ દિવાનો એટલે અજવાળાનો તહેવાર છે. દરેકના ઘરે ઘી-તેલ કે વીજળીના આધુનિક પ્રકાશનો મહિમા આ દિવસોમાં રહે છે. આ નાનકડી ઢબૂડી પણ ઘર આંગણે પ્રગટાવેલા દીવડામાં સહયોગી બની રહી હોય તેમ રહી છે. દીકરી છે ને...?! પરિવાર માટે ઝળહળાટ કરતી નાનકડી દીકરીનો ઘૂઘવાટ કાયમ ઉત્સવ જ હોય છે. માત્ર દિવાળી પર્વ નહીં, કાયમ ચમકતી હોય છે. આમ અજવાળું પ્રગટાવે, દીકરી અને દિવાળી...!
તસવીર કથા : મૂકેશ પંડિત શનિવાર તા.26-10-2019