કેમ ધમપછાડા કરતો હતો...?

ઈશ્વરિયા બુધવાર તા.19-06-2019
     ક્યાં ગયો...? ઘુઘવાટા કરતો હતો, ડરામણા દેખાવ કરતો હતો... એય દરિયા, કેમ ધમપછાડા કરતો હતો...? હું પણ ઈશ્વરનું જ સર્જન છું, શક્તિ છું...! આવડો મોટો વિરાટ છો, તો તારું મહાત્મ્ય કેમ આમ દેખાડા કરવામાં છે...? તું તો સમદર છો, સમદર ... 'માણસાઈ' આવી ગઈ કે શું? - દરિયા કિનારે ઉભેલી ઢીંગલીનો મનોવ્યાપાર કઇંક આવો ચાલતો   હશે, તેવું લાગે છે ને...? આ સુંદર તસવીરમાં રેતી સાથેના પગ, શાંત સમુદ્ર અને આશ્ચ્રર્ય - વિસ્મયમાં રહેલી આ કન્યાને શ્રી અવની રાવલ દ્વારા ઝડપી લેવાયેલ છે, પોતાના જ પગ સાથેનું દશ્ય સુંદર સઁયોજન લાગે છે ને...?!
કથા : મૂકેશ પંડિત