સિહોર : બ્રહ્મકુંડમાં ઝળહળતા દીપક

ઈશ્વરિયા શુક્રવાર 14 - 06 - 2019
     ગૌરવવંતા ગોહિલવાડની ઐતિહાસિક નગરી સિહોરમાં કેટલાયે સ્થાનો મહત્વ અને મહાત્મ્ય ધરાવે છે, તેમાં એક છે બ્રહ્મકુંડ. સિદ્ધરાજ જયસિંહ રાજવીની કથા સાથે આ સ્થાન સંકળાયેલ છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ બ્રહ્મકુંગડ નોંધાયેલા સ્મારકોમાં છે, પરંતુ કોઈ સાર સંભાળ લેવાતી ન હોઈ સિહોરના ધર્મ અને ઇતિહાસના જાણતલોને પિડા અનુભવાઈ. આ નગરજનો શ્રેષ્ઠીઓ શ્રી અશોકભાઈ મુનિ સાથે શ્રી અનિલભાઈ મહેતાએ સફાઈ અને મરામત કરાવવા સાથે દર મહિનાના પ્રથમ દિવસે પડવાના દિવસે સાંજે કુંડના દરેક ગોખલામાં બિરાજમાન દેવ-દેવી, મુનિઓને દિવા કરવા સંકલ્પ કર્યો. શ્રી ભરતભાઈ મલુકા, શ્રી જયભાઈ મહેતા અને શ્રી હિરેનભાઈ દવે પણ  જોડાયા. બ્રહ્મકુંડમાં ઝળહળતા દીપકની સેવામાં શ્રી મધુબેન મહેતા, શ્રી પલ્લવી મહેતા, શ્રી નેહા મહેતા પણ જોડાયા છે. સાંજના સમયે આ દશ્ય માણવા જેવું હોય છે.