આશા ખરી, ઉપાધિ પણ ખરી...

ઈશ્વરિયા બુધવાર તા.12-06-2019
     કાળઝાળ તડકા પડ્યા પછી આવી રહેલા ચોમાસામાં સારા વરસાદની આશા રહેલી છે, આ દરમિયાન આ અઠવાડિયે દરિયામાં ઉભા થયેલા ચક્રવાતથી સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના ગામોમાં લોકોના સ્થળાંતર માટે પણ ફરજ પડી છે. આમ તો આકાશમાં ઉભરાયેલા આ વાદળાંથી આશા ખરી, ઉપાધિ પણ ખરી... કારણ કે આ વાદળાઓ વાવાઝોડાની અસર થતા ઉભરાય છે. ઈશ્વરિયા ગામના આ માલધારી આકાશ સામે હાથ ઊંચો કરી મનોભાવ વ્યક્ત કરી રહેલ હશેને...!?

તસવીર કથા : મૂકેશ પંડિત