રાહ... કૂદવાની કે ઠેકવાની?

ગુરુવાર તા.28-03-2019 

     આમ તો મિદડી કે મિદડો આપણા ઘરનું પ્રાણી છે... તસવીરમાં એક બિલાડો બારીમાં મસ્તીથી કે ઉત્પાતથી બેઠો, તે ખબર નથી... ચૂંટણીના દિવસોમાં નેતાઓને પોતાનો પક્ષ ઉમેદવારી ના કરાવે તો આમાંથી તેમાં...! હા,હા,હા... આવું થાય છે અને મતદાર પ્રજાને કંઈ ફેર પડતો નથી'ને...? નેતાઓ તો મસ્ત મસ્ત રહે છે... સૌ તાળીઓ પડે છે, જવાદો એ વાત... આપણે તો અહીં એવી જ તસવીરની વાત... આ બિલાડો જુએ છે, રાહ... કૂદવાની કે ઠેકવાની? ખબર નથી, પણ બિલાડો કે નેતા પોતાનો શિકાર મળે ત્યાં જ જાયને...!? 
તસવીર કથા : મૂકેશ પંડિત