જિંદગી જીવવા માટે છે કે...? અતિશયોક્તિ ન માનીએ તો મોટા ભાગે જીવતર ઝેર પાવા કે ઝેર પીવા માટે હોય તેવી પરિસ્થિતિ આપણે સૌએ પેદા કરી નાખી નથી લાગતી? હૈયાના ભાવની હત્યા કરી, મોઢા પર કૃત્રિમ હાવ-ભાવ કરવા પડી રહ્યા છે. આમ જુઓ તો સબંધના વ્યવહાર જ જોવા મળતા નથી, વ્યવહારના જ સંબંધો રાખવા પડે છે... સાચું ને...? આપણે મૂક્ત રીતે હર્ષ કે ખૂશાલી મનાવી શકીએ છીએ ખરા? કઠણાઈ તો જૂઓકે, શહેરોમાં હસવા માટે વર્ગો અને સંસ્થાઓ શરૂ કરવી પડી રહી છે... ચાલો ને, ખડખડાટ ખૂશાલી મનાવીએ... 20 માર્ચ આંતરરાષ્ટ્રીય ખૂશાલી દિવસ છે... હસી શકશો? હસો ને... હસી જાવને... ખડખડાટ , હસ્યાં કે...?!
તસવીર કથા : મૂકેશ પંડિત મંગળવાર તા. 18-03-2019