માણસ - માણસના પેટ ભરવા કે આંતરડી ઠારવા સાથે પશુ - પક્ષી પણ ભૂખ્યું ન રહે તેનો ખ્યાલ આપણી સંસ્કૃતિમાં રહેલો છે. રજવાડા, મહાજનો કે દાતાઓ આ બધાએ મૂંગા પશુ - પક્ષી માટે વ્યવસ્થા કરેલી. ભાવનગરમાં ઇતિહાસરૂપ કેટલાયે ચબુતરા કલાત્મક બાંધણી સાથે અડીખમ જોવા મળે છે. નગરના ખાર દરવાજાથી જુના બંદર તરફના માર્ગમાં સુંદર ચબુતરો છે, જેની તકતી વાંચીએ તો તેમાં " ૐ - સંવત 1980ની સાલમાં કાઠીયાવાડી પટેલ માવજી કાલીદાસના સમર્ણાર્થે તેમના દીકરા દેવજી માવજીએ સાર્વજનીક પરમારથ અર્થે બઁધાવી છે. 1924 " આમ લખાણ કોતરાયેલું છે, જેને આજે 94 કે 95 વર્ષ થવા જાય છે. પક્ષીઓને માત્ર એક મકરસંક્રાંતિએ જ નહીં, દરરોજ ચણ જોઈએ, તેવું આ દાતાઓ જાણતા હતા.
તસવીર કથા : મૂકેશ પંડિત