સંબંધિત તસવીર કથા
સંસાર ચક્ર - કાલ ચક્ર, તેની ગતિ અવિરત રહી છે, એક વર્ષ, દશકો, શતાબ્દી કે સહસ્ત્રાબ્દી અને વધુ... અલગ અલગ કાળગણના વર્ષના એકમો પ્રમાણે સતત વર્ષોના વર્ષો જઈ રહ્યા છે. શકે સંવત, વિક્રમ સંવત, હિઝરી સન, ઈસવી સન... વગેરે વર્ષ ગણનાઓમાં ઈસુના વર્ષ તરીકે ઈસવી સનની ગણના મુજબ 31 ડિસેમ્બરે 2018 વિદાય લઈ રહ્યુ છે, જયારે 1 જાન્યુઆરીએ 2019 નવું વર્ષ આવી રહ્યું છે. સમયની આ ગાડી પર પણ એક જાય છે, એક આવે છે...!
તસવીર કથા : મૂકેશ પંડિત