ડોશી અને પડોશી

     આપણે જેમ જેમ વિકસતા જઈએ છીએ, સુધરતાં જઈએ છીએ તેમ તેમ અડોશ - પડોશ કે સગા-સબંધીઓનું મહત્વ ઘટતું રહ્યું છે. શહેરોમાં તો વ્યવસાય અને એવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાથી પોતાના પરિવાર સાથે પણ ક્યાં મજા લઈ શકીયે છીએ? ઠીક છે, પરંતુ ગામડામાં તો ' પહેલા સગા પાડોશી' એમ કહેવત છે અને ખરેખર સારા મોળા પ્રસંગોમાં પડોશી જ ઉજળા કરી બતાવે છે. ખાસ કરીને મહિલાઓ માટે પડોશ એ પિયર જેટલું જ મહત્વનું રહેલું છે. ઘરમાં વૃદ્ધા એટલે ડોશી અને શેરીમાં અડોશી-પડોશી હૂંફ આપતા હોય છે. ડોશી  અને પડોશી સારા   પરિવારની નિશાની છે, કારણ કે તે જ નાના-મોટા કામમાં સાથે હોય છે.

તસવીર - કથા : મૂકેશ પંડિત - ઈશ્વરિયા 
બુધવાર તા. 12-12-2018