નેતા સાથે સરખામણી ના કરાય...

 

ઘણીવાર આપણા વ્યક્તિગત કે સામુહિક વાંધા-વચકાના કારણે કેટલીક વ્યક્તિ સાથે મન-મેળ રહેતો નથી, પણ તેને જેની-તેની સાથે સરખાવાય નહીં. ઉપમા અને ઉપમેય માટે ભાન હોવું જોઈએ, પણ એ બધું વ્યાકરણ આપણે જાણતા નથી, તેમાં પડવું નથી. 'જાડી ચામડીના', 'સ્વાર્થી', 'લુચ્ચા'  એવા શબ્દો રાજકીય વ્યક્તિઓ માટે વાપરવા સાથે રોષ વ્યક્ત કરીએ છીએ... પરંતુ બીજી એક વાત કે ચામાચીડિયા સાથે પણ ના સરખાવાય... કારણ કે, આ ચામાચીડિયા દરરોજ રાત્રે ખોરાક માટે જઈ વહેલી સવારે તેના સ્થાને આવી જાય છે, જયારે નેતાઓ માત્ર એક વાર ચૂંટણીટાણે જ આવે છે, પછી ક્યારેય નહિ, માટે નેતા સાથે સરખામણી ના કરાય...      
તસવીર કથા ; મૂકેશ પંડિત  (ઈશ્વરિયા)