દિવાળી અને દેવદિવાળી... એ તમારે...


દિવાળી અને નૂતનવર્ષ પર્વોનું આપણે ઉલ્લાસમય - ઉજાસમય મહાત્મ્ય રહેલું છે. આજકાલ સર્વત્ર દિવાળી પહેલાના વ્યવહાર, નવા વિક્રમ સંવતને આવકારવા અને અરસ પરસમાં શુભકામનાઓ માટેનો આનંદ।.. પણ આ માલધારી મહિલાને બાળ -બચ્ચા અને થોડી-ઘણી ઘર-વખરી સાથે કાયમ મારંગમાં જ... તેને પૂછો તો તે કહેતી હશે કે દિવાળી અને દેવદિવાળી।.. એ તમારે..., અમારે તો કાયમ ની આ ભાગદોડની જ હોય છે રંગોળી।.!    

 તસવીર - કથા : મૂકેશ પંડિત (ઈશ્વરિયા)