જીવનો આધાર જળ

     આ સૃષ્ટિ પર દરેક જીવને પાણીની પુરી આવશ્યકતા છે. આમ તો જીવન માટે પાંચ તત્વો અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ જરૂરી છે. ખેંચાયેલા ચોમાસા પછી સર્વત્ર જળદેવતાની કૃપા થવા પામી છે. ગામડાના સીમ વગડામાં નદી - ઝરણાં સાથે નાતો  રાખી તરસ બૂઝાવતા પ્રાણીઓનું દશ્ય સૌને ગમે તેવું હોય છે. માલધારી સાથે આ ઘેટાનું ટોળું નદીના નાનકડા વહેણના કાંઠે કાંઠે ગોઠવાઈને પોતાની તરસ છીપાવી રહ્યું છે. જીવનો આધાર જળ છે!                                     તસવીર  કથા - મૂકેશ પંડિત                                  શનિવાર તા. 25-8-2018