સંબંધિત તસવીર કથા
શનિવાર તા.૧૭/૧૨/૨૦૧૬
સમગ્ર સૃષ્ટિમાં બુદ્ધિશાળી પ્રાણી એટલે માણસ એવું કહેવાય છે પરંતુ સૌથી સ્વાર્થી પ્રાણી પણ માણસ જ છે, એ આપણે જાણીએ છીએ... વળી પાછા લાગણી અને પ્રેમના પરસ્પર સંપર્ક માનવને વધુ રહેલ છે, તેમ પણ કહીએ છીએ... હવે આ તસવીર જોઈ લ્યો લ્યો...! વૃક્ષને લાગણીઓ હોય કે ના હોય, જીવ તો છે જ ને...!? ઇશ્વરિયા ગામે કપાયેલ લીમડાના ઝાડની આ ડાળીનો ભાગ જુઓ.... વૃક્ષના હૈયાના ઘાવ...! નીરખીને જુઓ તો દિલના આકાર સાથે અંદર કોઈ ચહેરો પણ ઉભરી રહ્યો છે, વૃક્ષોના છેદન સામેનો ચિત્કાર રજુ થાય છે કે પર્યાવરણનું નિકંદન કાઢનાર માણસજાત પર ફિટકાર વ્યક્ત થઇ રહ્યો હશે?!