યજ્ઞ / ધૂપથી વાતાવરણની શુદ્ધિ

4th , May 2020

COVID19 સામેની લડાઈ યજ્ઞ થેરાપીથી જીતી શકાય છે : સંશોધન
હા યજ્ઞ / ધૂપથી વાતાવરણની શુદ્ધિ તથા બેક્ટેરીયા / વિષાણુઓનો નાશ થાય છે

ઠેર ઠેર યજ્ઞકુંડ/ધુપકુંડ મૂકી યજ્ઞના વ્યાપક વ્યક્તિગત આયોજનો કરી સમગ્ર વાતાવરણને યજ્ઞ વાયુ દ્વારા સેનેટાઇઝ કરી લોકોને રોગ મુક્ત કરી શકાય છે.
છેલ્લા થોડા દિવસો થી કોરોના જેવા વિષાણુ સાથે લડવા સાથે વાતાવરણને શુદ્ધ કરવા માટે વેદોમાં આપેલ પદ્ધતિઓ અનુસંધાને દેશમાં થયેલ વિવિધ વૈજ્ઞાનિકો તથા યોગીઓ દ્વારા થયેલ માન્ય સંશોધનોનું સંકલન કરવા સાથે મારા આ કાર્ય વિશેના 40 વર્ષના અનુભવ અને જ્ઞાનના અનુસંધાને યજ્ઞની વિવિધ પદ્ધતિઓ તથા તેની સામગ્રી સંદર્ભે સંકલિત સંશોધન કરી રહ્યો હતો, તે કાર્ય મારી દ્રષ્ટિએ પૂર્ણ થયું છે આ સંકલિત સંશોધનના તારણો આ પ્રમાણે છે.
યજ્ઞ વાતાવરણ શુદ્ધ કરી રોગોનો નાશ કરે છે.
સંશોધન ના તારણો-સૂચનો...
(૧) આદિ અનાદિકાળથી પ્રસ્થાપિત વેદોક્ત યજ્ઞ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતો ધુમાડો વાયુ સાથે ભળી વાતાવરણ શુદ્ધિ કરણ સાથે મનુષ્ય-પ્રાણી તથા વનસ્પતિ માટે ઉપયોગી સાબિત થવા સાથે 94%-96% બેક્ટેરિયા/વિષાણુઓનો નાશ કરી વાયુ દ્વારા વાતાવરણ તથા શ્વાસોશ્વાસ વાટે શરીરને શુદ્ધ કરે છે જે દેશના વૈજ્ઞાનિકો એ વિવિધ શોધ સંશોધન દ્વારા સાબિત કર્યું છે.
(૨) યજ્ઞ એક માત્ર બેસ્ટ સેનેટાઈઝર છે, જે શરીર સાથે વ્યાપક સ્વરૂપે વાતાવરણને સેનેટાઇઝ કરે છે. (યજ્ઞમાં અપાતી ચોક્કસ દ્રવ્યોની આહુતિ ચોક્કસ પ્રકારના વાયુ ઉત્પન્ન કરે છે) જ્યારે સેનેટાઈઝર કેમિકલ માત્ર જે તે વસ્તુને સેનેટાઇઝ કરે છે.
(૩) યજ્ઞને કોઈ ધાર્મિક સ્વરૂપે નહિ લેતા, તે એક વૈશ્વિક કલ્યાણકારી વિજ્ઞાન છે તેમ સમજવું જરૂરી છે.
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થાન પર યજ્ઞ કરી શકે છે, દિવસમાં બે વખત સવાર-સાંજ યજ્ઞ થાય એ વધુ ફાયદાકારક.
(૪) યજ્ઞમાં માત્ર 11/21/51 ગાયત્રી મંત્રો બોલી દ્રવ્યો હોમી શકાય છે.
ગાયત્રી મંત્રો ના ફાવે તો ફક્ત 'ૐ સ્વાહા'થી પણ આહુતિ આપી શકાય છે, 'ૐ' પણ એક પૂર્ણ મંત્ર છે. નિયમિત પૂર્ણ યજ્ઞ થઈ શકે તે વધુ આરોગ્યપ્રદ રહેશે.( મંત્રોથી શારીરિક કંપન તથા દ્રવ્યોથી સંપૂર્ણ વાતાવરણ સાથે શરીર વિષાણુ મુક્ત બને છે. )
(૫) યજ્ઞ/ધૂપ/ધૂણી માટેનો કુંડ અનુકૂળ હોય તેવો રાખી શકાય છે. (પિરામિડ આકારનો ત્રાંબાનો કુંડ વધુ ફાયદાકારક રહે. )
-યજ્ઞમાં આહુતિ આપવા માટે ની સામગ્રી-દ્રવ્યો... 
હવન સામગ્રી (આર્યસમાજ/પતંજલિ/ગાયત્રી પરિવારમાં ઉપલબ્ધ હોય છે), આંબા/સેવન/વડ કે અન્ય વૃક્ષના લાકડા (સમીધ), ગાયના છાણાં, ગાયનું ઘી, ગુગળ, કપૂર, લોબાન, અજમાં, લવિંગ, સાકર, સૂકો લીંબડો, સૂકું ટોપરું,
પોલિશ વગરના અક્ષત (ચોખા)...
(સામગ્રીમાં 60 કરતા વધુ ઔષધો હોય છે તેમાં આ દ્રવ્યો ઉમેરવા તે સહિત તમામ દ્રવ્યો ઉત્તમ Senetizing સાથે AntiSeptic-AntiBacterial-Immunity Booster Property ધરાવે છે જે વિજ્ઞાને સાબિત કર્યું છે.)
- યજ્ઞની એનર્જી વ્યક્તિની આજુ-બાજુ 10ફૂટનું એક વિશિષ્ટ સુરક્ષા કવચ નિર્માણ કરે છે જે કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી બચવા મદદરૂપ બને છે.
- યજ્ઞની રાખને વનસ્પતિ પર છંટકાવ કે મૂળમાં નાખી શકાય.
(૬) યજ્ઞ/ધૂપ સોશ્યિલ ડિસ્ટનસિંગ સાથે આપણા ઘર /ઓફીસ/ સોસાયટી/ફ્લેટ/વિસ્તારમાં કરી શકાય, સાથે લોકભાગીદારી કરી વિવિધ સામગ્રી-દ્રવ્યો જે-તે લોકો પોતાની જાતે લાવી મંત્ર બોલી કુંડમાં હોમી શકે છે.
(વર્તમાન COVID19 ની સ્થિતિમાં સૂર્યોદય પછીથી સાંજ સુધી યજ્ઞ/ધૂપ/ધુણી શરૂ રહે તે વધુ હિતાવહ રહેશે.)
(૭) આ સંશોધન સંકલન કાર્યમાં અથર્વવેદ, ઋગ્વેદ, શતપથબ્રાહ્મણ ગ્રંથ, ભગવદ્દગીતા, આયુર્વેદના સુશ્રુત સંહિતા તથા ચરક સંહિતા સહિતના શાસ્ત્રોનો પણ મુખ્ય આધાર લેવામાં આવ્યો છે. આ ગ્રંથોમાં આ પ્રકારની વિષાણુ યુક્ત (कृमी जन्य) ( એક રોગીના અડકવાથી અન્ય રોગીને થતી બીમારી-Contagious Disease )ના નાશ માટે એક માત્ર યજ્ઞને સ્પષ્ટ અકસીર ઉપાય દર્શાવવામાં આવ્યો છે.
(૮) અણુશક્તિના સિદ્ધાંત તથા પદાર્થવિદ્યા અનુસાર કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ક્યારેય નષ્ટ નથી થતું માત્ર આકાર બદલાય છે તે મુજબ યજ્ઞમાં હોમાંતા દ્રવ્યો ( સામગ્રી ) તેનો આકાર બદલી શક્તિશાળી અણુઓમાં રૂપાંતર થઈ વાયુ દ્વારા શરીર તથા વાતાવરણમાં ભળી વાતાવરણની શુદ્ધિ કરવા સાથે શરીર શુદ્ધિ કરી રોગોનો નાશ કરે છે.
(૯) યજ્ઞ/ધૂપથી હવા જન્ય બેક્ટેરિયા નષ્ટ થાય છે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.( Only Yagya have AntiSeptic-AntiBacterial -Immunity Booster Property. )
(૧૦) યજ્ઞ/ધૂપના ધુમાડા ( Medicinal Smoke ) દ્વારા શરીરમાં મગજ, શ્વસનતંત્ર, અગ્નિતત્વ, પિત્તદોષ, ગળાની શુદ્ધિ કરવા સાથે શરીર બહારના અવયવો ગરમ થવાથી કફદોષ સહિતની વસ્તુઓને બેલેન્સ કરવા સાથે વિષાણુ મુક્ત કરે છે.
{ Sugars present in Havishya have great power to purify the atmosphere. It kills the germs of T.B., measles, smallpox and cow-pox and other virus.
The findings is indicative of the fact that the process of Yajna is effective in the reduction of air pollution both gaseous and microbial.
when  volatilise substance like camphor with mango wood are burn at high temperature  they diffuse in the environment and their fumes helps in senitizing environment.
The hydrocarbons produced in the reactions again undergo slow combustion and as a result methyl or ethyl alcohols and formaldehyde are produce which have efficiency to kill even virus }

(૧૧) આ સંકલિત સંશોધન કાર્ય માં વૈશ્વિક ઋષિ તુલ્ય વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખ વિદ્વાનો સર્વ...પ.પુ મહર્ષિ દયાનંદ સરસ્વતી (સંસ્થાપક,આર્યસમાજ),

શ્રી ડો.ફુંદનલાલ અગ્નિહોત્રી (આર્યસમાજ), સ્વામી રામદેવજી, સ્વામી યજ્ઞદેવજી (આર્યસમાજ- સંસ્થાપક પતંજલિ), પં.રામશર્મા આચાર્ય (સંસ્થાપક-ગાયત્રી પરિવાર) તથા દેશના પ્રમુખ વૈજ્ઞાનિકો શ્રી ડો.નોટિયાલ NBRI,Lucknow),મમતા સક્સેના,ડો.શર્મા,ડો.નાયર,નારાયણ રાવ,ડો.પ્રતિભા કુમારી સહિતના વિદ્વાન વૈજ્ઞાનિકોએ સંશોધનો દ્વારા યજ્ઞ એક માત્ર રોગ નાશક અને વાતાવરણ શુદ્ધિકારક છે તે વાત તેમના શોધ-સંશોધન અને પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કરી છે, તેઓના કાર્યને પણ આ સંકલિત સંશોધનઅભ્યાસ માં  આધાર બનાવવામાં આવ્યો છે.
(૧૨) યજ્ઞ પહેલા અને પછી  બેકટેરિયા તથા microbial Count ના growth અંગે વિજ્ઞાનિક પદ્ધતિ મુજબ ફરગ્યુસન કોલેજ,પુના,તથા પાલમપુર એગ્રી. યુનિવર્સિટી, હિમાચલ પ્રદેશ ખાતે પણ સફળ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
(૧૩) ક્વોરેન્ટાઇન સેંટર/એરિયા-હોસ્પિટલ-રેડ ઝોન વિસ્તારોમાં આ પ્રકારે યજ્ઞ થેરાપીનો પ્રયોગ સાથે ઉપયોગ કરવામાં આવે તો તે પરિણામ લક્ષી સાબિત થઈ શકે. આ પ્રયોગ પહેલા અને પછી બેકેરિયા તથા માઇક્રોબિયલ કાઉન્ટના ગ્રોથનું પણ સરકાર માન્ય લેબ.માં પૃથ્થકરણ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
(૧૪) આ પ્રાકરે યજ્ઞ/ધૂપ કરવાથી..
ઇન્ફેક્શન થવાની શક્યતા નહિવત રહે છે.
-ઇન્ફેકટેડ હોય તે જલ્દી સ્વસ્થ બને છે.
-ઇન્ફેશનમાંથી બહાર આવવા શરીરની આંતરિક સિસ્ટમ ને મદદરૂપ બને છે.

* વર્તમાન કોરોના સામેની લડાઈ માં ઉત્તમ-સહેલી તથા સસ્તી અને વૈશ્વિક કલ્યાણકારક યજ્ઞ પદ્ધતિ ને વેદોક્ત-શાત્રોક્ત-વૈજ્ઞાનિક આધારો સાથે વિવિધ દ્રવ્યોના ગુણધર્મ અનુસાર વર્તમાન સ્થિતિમાં તેની અસરો ફાયદાકારક રહે તેવા હેતુ થી આ કાર્ય શરૂ કર્યું હતું,જે કાર્ય હવે પૂર્ણ થયું તેમ ન કહી શકાય પરંતુ હાલ ના સંજોગો પૂરતું ઉપયોગી રહે તેટલું ચોક્કસ થયું છે.
* મારૂ આ સંકલિત-સંશોધન કાર્ય વી.હી.પ-ગુજરાતના મહામંત્રી અશોક રાવલ ના માર્ગદર્શન હેઠળ થયું છે.
આ કાર્ય માત્ર 14 દિવસ નિયમિત 16થી18 કલાક સમય આપવા સાથે ટૂંકા  ગાળામાં 18 જેટલા પ્રમુખ વૈજ્ઞાનિકો -ઋષિઓ ના માન્ય સંશોધનો અને તેના અસંખ્ય પેટા રેફરન્સ તથા 6 જેટલા વેદો/શાસ્ત્રો/ગ્રંથો ના સંકલિત અભ્યાસ કરવા સાથે મારા સ્વ.પિતાશ્રી ડો.હસુભાઈ ત્રિવેદી દ્વારા કરેલ આ વિષય પર નું સંશોધન તથા  40 વર્ષથી મારા વ્યક્તિગત યજ્ઞ કાર્ય ના અનુભવના આધારે લોકડાઉન પિરિયડનો સદઉપયોગ કરી કરવામાં આવ્યું છે.
* આ કાર્યમાં પ્રો.ડો. સંજય ચૌહાણ (GTU),પ્રો.ડો.વિજય ઘોરી (MKBU),સંસ્કૃતાચાર્ય પંડિત સોમવીરજી,હેમંતસિંહ ડોડીયા(આર્યસમાજ),વૈદ્ય ડો.તુષાર ત્રિવેદી,વૈદ્ય ડો.હિરલ દાણી તથા માધવીબેન ત્રિવેદી (BAMS Student) સહિતના માર્ગદર્શક મિત્રોએ જ્યાં અને જ્યારે જરૂર પડી ત્યારે 24×7 માર્ગદર્શન કરેલ છે.
* મેં કાંઈ નવું નહીં પણ જે વેદોએ આપેલ શાશ્વત સિદ્ધાંતો છે તેને તથા વિદ્વાનો અને વૈજ્ઞાનિકોના શોધ-સંશોધનોનું સંકલન કરી મારા જ્ઞાન-અનુભવ અનુસાર એ વિદ્વાનોની ચરણરજ બની સમય અનુરૂપ આપ સમક્ષ રજુ કર્યું છે,અપેક્ષા છે આ કાર્ય લોકકલ્યાણ અર્થે મહત્વનું-ઉપયોગી બની રહેશે.

નોંધ:-
આ સત્યતાના આધારે યજ્ઞ થેરાપીના વ્યાપક અમલ માટે જરૂરી તમામ આધાર-પુરાવા તથા સંદર્ભો સાથેની વિશેષ રજુઆત અશોક રાવલ, મહામંત્રી વી.હી.પ,ગુજરાત દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી તથા સન્માનનીય મુખ્યમંત્રી શ્રીને E-Mail દ્વારા મોકલી આપવામાં આવી છે.
*सर्वे भवंतु सुखिनः*
-આ વિષયના સંદર્ભમાં વિશેષ માહિતી-માર્ગદર્શન લેવા કે આપવા માટે મારો સંપર્ક કરી શકો છો.

- ડો.ઓમ ત્રિવેદી
  (9924343536)