કોરોના એ તો ભારે કરી ભાઈસાબ...
કરોના ભાગ ભાગ કહેવાથી નહિ, ભેગા નહીં થઈ ભાગશે.
લોકો એકતા કરે કરે છે, ભારતના લોકોએ એક થઈને લડી રહ્યા ને વર્તન તો એમ કરે છે જાણે એક થઈને આ મહામારીથી લડી શકાય છે, એક થઈને નહીં પણ જ્યાં છીએ ત્યાં જ રહીને લડી શકાય,
એકતાનો અર્થ ટોળાંબાજી નથી જ.
શ્રી મોદી સાહેબે કરેલ આહવાનનો અર્થ સમજણો જ નથી. રસ્તા પર નીકળી, થાળી વગાડી, અગિયારસની પ્રભાત ફેરી હોય એમ બહાર નીકળી, ચોકમાં માસ્ક પેહરી ગરબા લેવા એ કોઈ જ સમજદાર ભારતીયનું લક્ષણ છે જ નહીં.
બસ, કાંઈપણ થાય દેશમાં તો એક જ વાક્ય બોલવાનું " પશ્ચિમની સઁસ્કૃતિનું અનુકરણના પરિણામ છે"
બળાત્કાર થાય, કોઈને પ્રેમ થાય, કોઈને કોઈ રોગ થાય, કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ થોડું જીવે, કોઈ વ્યક્તિ કોઈ લોજીકલ સવાલ કરે, અરે ગોલબલ વોર્મિંગ થાય તો પણ આ જ કારણ??
શું આપણે વૃક્ષો કાપ્યા જ નથી? શું આપણે પ્રદુષણના વધારવામાં ભાગ ભજ્વ્યો જ નથી?
કાંઈ પણ !
અરે ! પશ્ચિમમાં જયારે દેશમાં મુશ્કેલી આવે ત્યારે લોકો દેશને પોતાના આજુબાજુના લોકોને મદદ કરે, પોતાની પાસે જે છે તે અન્યને આપે આપણી જેમ વસ્તુમાં કાળા બજાર કરી ટમેટાના, બટેટાના ભાવનો વધારી દે, માસ્કના ભાવ વધારી,. દૂધવાળા કોથળીએ 3 રૂપિયા વધુ લે ને પછી થાળી વગાડે, કામવાળાને બંધના દિવસે બોલાવી ને ના આવે તો તે દિવસનો પગાર કાપવાની ધમકી આપી ગમે તેટલા પપૂડા વગાડો ત્યાં આપણી સાથે તાળી વગાડવાની એકતા છતી થાય છે રાષ્ટ્રભાવના નહિ.
તમારી આજુબાજુના એકલા રહેતાં ઉંમરલાયક લોકોને પૂછો તમે બહારનો જતાં મારે નોકરી માટે જવાનું હોય જ છે તમારે કાંઈ લાવું હોય તો,
જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જાવ ત્યારે પાડોશીને પૂછો કે લાવું હોય તો મારે જવું જ પડે એમ છે,
ત્યાં આપણી એકતા સાબિત થાય છે .Take care, stay healthy, I care for you ના મેસેજ કરવાથી નહિ.
સાચાં અર્થમાં પશ્ચિમનું અનુકરણ હોત તો આવા સમયે લોકોએ એક બીજાની સાથે સાંવેગિક રીતે હોત, અહીં તો એક ડુંગળી લેવા આવે તો પણ 'નથી હો' અને બારણું બંધ કરીને 'અત્યારે કાંઈ પણ થાય હો પછી આપણે ક્યાં લેવા જાવી ભાઈ' આવું બોલીને સ્વસ્થ રહેવાનું અને વિશ્વશાંતિની પ્રાર્થના કરવાની ?
માત્ર વિષ્ણુસહસ્ત્ર કરવાથી કાંઈનો થાય, તેનો નામના અર્થ સમજીને તેના મુજબનું જીવવા માટે હોય છે. માત્ર ઉચ્ચારણથી નહિ આચરણથી પણ જરૂરી છે.
સ્વયં શિસ્તનો વડાપ્રધાન શ્રીનો આદેશ સમજી આજુબાજુના વાતવરણને સુંદર વહેવારથી બનાવાય ખાલી યજ્ઞ કરવાથી પવિત્ર કે સુંદર કશુંનો થાય...
કરોના ભાગ ભાગ કહેવાથી નહિ ભેગા નહીં થઈ ભાગશે.
- નેહલ ગઢવી