રામકથાના પ્રારંભે ધ્વજ વંદના...

26th , January 2018

શ્રી મોરારિબાપુ દ્વારા
દરેક રામકથાના પ્રારંભે ધ્વજ વંદના...

રામકથા દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે શ્રી મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અનેસંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાંરહ્યાં છે.

કોઈ પણ ધાર્મિક આયોજનો કે ઉત્સવોમાં ધજા પતાકા ફરકાવતા હોય છે, પણ તે તેમના ધર્મ કે સંપ્રદાય સાથેના પ્રતીકો અને તેવા ભગવા સફેદ કે કાલા લીલા વગેરે રંગોમાં... તે પણ સ્વાભાવિક છે...પરંતુ, શ્રી મોરારિબાપુ દ્વારા છેલ્લા બે વર્ષથી કરાયેલા નિર્ણય મુજબ કથા મંડપના પ્રવેશ ભાગ ઉપર સૌથી પહેલા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે.

શ્રી મોરારિબાપુ રામકથાના પહેલા દિવસે જ કથા આયોજકો - કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રગીત સાથે ધ્વજ વંદના કરવામાં આવે છે... દરેક રામકથાના પ્રારંભે તિરંગો ફરકતો ફરકતો રાષ્ટ્ર ધર્મનો મહિમા દર્શાવી જાય છે.

રામકથામાં પણ શ્રી  મોરારિબાપુ ભારત માતાના ગૌરવને ભૂલતા નથી. રાષ્ટ્ર પ્રેમ, ગાંધી મૂલ્યો સાથે ભારતીય સંસ્કૃતિ માટે સતત પ્રહરી રહ્યા છે. પોથીજી સાથેના વસ્ત્રો પણ ખાદીના જ રાખે છે. માત્ર ધર્મ કે સંપ્રદાયવાદ નહિ પણ રાષ્ટ્ર સાથે વૈશ્વિક ભાવના સાથેની રામકથા એટલે જ રાષ્ટ્રકાંઠા વિશ્વકથા માનવકથાલાગી રહી છે. બીજા ધાર્મિક મહાનુભાવો સમજી જાય તો...?!