શ્રી પ્રકાશ જાડાવાળા શુભેચ્છા સંદેશો...

28th , October 2016

સ્નેહીશ્રી મુકેશકુમાર,
સમાજ અને સમાચારોની બાબતોમાં આપ સદૈવ સતર્ક હોવ છો, સજાગ હોવ છો, સંતુલિત હોવ છો, સાથોસાથ સંયમિત હોવ છો.
આલેખન વિજાણુ પટેલના માધ્યમ દ્વારા વિશ્વભરમાં સૌને એક માધ્યમથી જોડાવાનું અને માહિતીપ્રદ કરવાનો શુભારંભ કરી રહયા હોવ ત્યારે શુભકામના પાઠવું છું. ઊપરાંત આલેખન જેવા માધ્યમના આપ જેવા નિષ્ઠાવાન, નિષ્પક્ષ અને નિડર સુકાની હોવાનો આનંદ સવિશેષ છે.
હું કયાંય મદદરૂપ થઇ શકું તો અચૂક જણાવવા વિનંતી.

આપનો સ્નેહાધિન,
પ્રજા

પ્રકાશ જાડાવાળા