આણંદ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ
01 June, 2026
આણંદ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણ સંપૂર્ણપણે વરસાદી બની ગયું છે. વરસાદી માહોલને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
બીજી તરફ, પવનની તેજ ગતિના કારણે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જવાની પણ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં, આ વરસાદી માહોલથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ ખેતી માટે લાભદાયી માનવામાં આવે છે.